એમ.ઈ.એસ. હાઈસ્કૂલ
નાગરવાડા, વડોદરા

   
M.E.S.Highschool | Trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

મુસ્લિમ કૌમના ગરીબ અને લાયક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ સહેલાઇથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને તેમનામાં શિક્ષણનો ફેલાવો કરી તેમની ઉન્નતિ સાધવી એ આ ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

  •  યોગ્ય સ્થળોએ સ્કૂલો, મદ્દેસાઓ,બોર્ડિગ હાઉસો, યતિ ખાનાઓ, પુસ્તકાલયો અને વાંચનાલયો    સ્થાપવા અથવા તેમને મદદ કરવી.
  • વ્યાપારિક ઔદ્યોગિક,ટેકનીકલ,સાહિત્યીક,ધાર્મિક અને શારીરિક શિક્ષણ આપવું અને તે માટે જરૂર જણાતાં સંસ્થાઓ સ્થાપવી અથવા તેમને મદદ કરવી. સોસાયટીના નોકરોને, તેમની વિધવાઓને અને બાળકોને સહાય કરવી.
  • શિક્ષણ પ્રચાર કરવા શિષ્યવૃત્તિઓ,ઇનામો,પુસ્તકો તથા શિક્ષણને લગતા જરૂરી સાધનો પૂરા પાડવા.
  • પદવીઘર અને લાયકાતવાળા બેકાર સભ્યોને નોકરી મેળવી આપવા કાઉન્સેલીંગ કરવું.
  • આ સોસાયટીના ફેલાવા,વૃધ્ધિ અને મજબુતી અર્થે તેમજ તેના હેતુઓ બર લાવવા માટે અવૈતનિક અથવા વૈતનિક પ્રચારકો રોકવા તે કાર્યો અર્થે પુસ્તકો,માસિકો,વર્તમાન પત્રો,ઓયાનિયા, પત્રિકાઓ જાહેરનામાઓ અને બીજા યોગ્ય લક્ષણો બદલો આપીને અને બીજી રીતે લખાવીને અથવા ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવા અને તેમને વ્યાજબી લાગે તે કિમંતે વેચવા અથવા મફત વહેચવા.
  • પ્રજાના ગમે તે કોમના સભ્યો પાસેથી તેમજ મ્યુનિસિયાલીટીઓ પંચાયતો કેન્દ્ર સરકાર, રાજય સરકાર, અર્ધ સરકારી સંસ્થાઓ, નિયમો, આયોગો, સહકારી મંડળીઓ,સહકારી બેકો તેમજ જાહેર અથવા ખાનગી સંસ્થાઓ મારફતે અથવા બીજે કોઇપણ રસ્તેથી ફાળાઓ, મદદો, બક્ષીઓ ગ્રાંન્ટ આ સોસાગટીના હેતુઓ સિધ્ધ કરવા અને તેના ખાતાઓ નિભાવવા શર્તી અથવા બિન શર્તી મેળવવી અને સ્વીકારવી.
  • યોગ્ય જણાયે ઝકાત ફંડ તેમજ બીજા ફંડો ઉભા કરવા. તે માટે નાણાં મેળવવા તેમજ તેની વ્યવસ્થા કરવી.


   


મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |


Copyrights © 2009-10 www.mesnagarwada.com. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,942